graduation course - ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો

ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો

    નમસ્કાર દોસ્તો. શું તમે ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમોની માહિતી મેળવવા માંગો છો ? તો આપના માટે Education For Guide ની વેબસાઈટ પર તમોને  ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પ્રાપ્ત થશે જેઓ નીચે મુજબ છે

Graduation Course /ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો

જેમાં 3/4 વર્ષ (6/8 સેમેસ્ટર)

નોંધ : જે વિદ્યાર્થીમિત્રો ગ્રેજ્યુએશન (ડિગ્રી) અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાની મહત્વાકાંક્ષા ધરાવતા હોય, તેઓએ 3 વર્ષ (6 સેમેસ્ટર)ના પ્રણાલિકાગત/ટ્રેડિશનલ અભ્યાસક્રમ કરવાને બદલે 4 વર્ષ (8 સેમેસ્ટર)ના ઓનર્સ અભ્યાસક્રમ કરવા જોઈએ.

1. B.Com. (બેચલર ઓફ કોમર્સ) : 

ધોરણ - 12 કોમર્સ પાસ કર્યા બાદ ઉપલબ્ધ તમામ ડિગ્રી કોર્સિસમાં આ અભ્યાસક્રમ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. ભવિષ્યમાં C.A., C.S., C.M.A., A.S., C.F.A, C.F.P., A.C.C.A. વગેરે જેવા પ્રોફેશનલ કોર્સિસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો સલાહભર્યો છે. આ અભ્યાસક્રમ ભવિષ્યમાં બેન્ક, ઇન્સ્યોરન્સ, ફાઈનાન્સ જેવા ફિલ્ડમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. 

સંપર્ક 

  • કોમર્સ ડિપાર્ટમેન્ટ ધરાવતી મોટાભાગની યુનિવર્સિટીઓ 
  • ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઈનાન્સ કોમર્સ કૉલેજો.

2. B.B.A. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)

ભવિષ્યમાં M.B.A. કરવા ઈચ્છૂકો, કોર્પોરેટ હાઉસમાં જોબ મેળવવા ઇચ્છુકો તેમજ ‘મેનેજમેન્ટ’ વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ. આ અભ્યાસક્રમમાં માર્કેટીંગ, ફાઈનાન્સ, H.R., પ્રોડક્શન જેવા ટ્રેડિશનલ વિષયો ઉપરાંત બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, ઈન્ટરનેશનલ માર્કેટિંગ, ટ્રાર્વેલ્સ જેવા વિષયોમાં પણ ડિગ્રી ઉપલબ્ધ છે. 

સંપર્ક : 

  • ગુજરાત યુનિવર્સિટી
  • એમ.એસ. યુનિવર્સિટી 
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
  • સરદાર પટેલ યુનિવર્સિટી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  • કર્ણાવતી યુનિવર્સિટી
  • નિરમા યુનિવર્સિટી વગેરે.

3. B.B.A / B.Sc. ઈન હોટલ મેનેજમેન્ટ / ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ મેનેજમેન્ટ :

ખાવા તેમજ ખવડાવવાના શોખીન વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ આકર્ષે છે. હોટલ ઈન્ડસ્ટ્રીઝ તેમજ ટૂર્સ-ટ્રાવેર્લ્સ ફિલ્ડનું ભાવિ સરકારી નીતિને કારણે ઉજ્જવળ બને તેવી શક્યતાઓ રહેલી છે. 

સંપર્ક : 

  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ (પ્રવેશ માટે JEEની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.)
  • ધ તાજ ગૃપ ઓફ હોટેલ્સ (IHM- Aની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.)
  •  ઓબેરોય ગૃપ ઓફ હોટેલ્સ (પ્રવેશ માટે STEPની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.)
  • સિમ્બાયોસીસ (SET -GENની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.)
  • ગુજરાત યુનિવર્સિટી
  • ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • રાય યુનિવર્સિટી, ધોળકા વગેરે.

4. B.C.A. (બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશન) :

આધુનિક જમાનાની માંગ ધરાવતો આ અભ્યાસક્રમ કમ્પ્યૂટર ફિલ્ડમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

સંપર્ક : 
  • ગુજરાત યુનિવર્સિટી
  • એમ.એસ. યુનિવર્સિટી
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  • સરદાર પટેલ યુનિવર્સિટી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  • ગણપત યુનિવર્સિટી વગેરે. 

5.B.Sc. (I.T.) (બેચલર ઓફ સાયન્સ ઈનઈન્ફર્મેશન ટેક્નોલૉજી) :

‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ તેમજ ‘ડિજીટલ ઈન્ડિયા’ના આ અત્યાધુનિક યુગમાં હાર્ડવેર / સોફ્ટવેર / એથીકલ હેકીંગ / સાઈબર ક્રાઈમ / સાયબર સિક્યોરિટી / સાયબર સિવિલ જેવા વિષયોમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ.

સંપર્ક : 
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર ખાતે આવેલી કૉલેજો
  • ગણપત યુનિવર્સિટી, ખેરવા
  • વિવિધ યુનિવર્સિટીની M.Sc. (C.A. & I.T.)નો ઈન્ટિગ્રેડેટ અભ્યાસક્રમ ચલાવતી વિવિધ કૉલેજો વગેરે.

6. B.Sc. (IT ઈન ડેટા સાયન્સ),
7. B.Sc. (IT ઈન ક્લાઉડ કમ્પ્યૂટિંગ),
8. B.Sc. (IT ઈન સાયબર સિક્યોરિટી) અને
9. (IT ઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસીસ) 

સંપર્ક :

  •  ગણપત યુનિવર્સિટી, ખેરવા.

10. B.J.M.C. (બેચલર ઈન જર્નાલિઝમ એન્ડ માસ કમ્પ્યૂનિકેશન) : અને

11. B.A. (એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસકમ્યુનિકેશન) :

પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, વેબ પોર્ટલ, પબ્લિક રીલેશન્સ જેવા ક્રિએટીવ ફિલ્ડમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ ઝડપથી રોજગારીનું સર્જન કરે છે.

સંપર્ક :
  •  નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ), ચોથોમાળ, શપથ-1, રાજપથ કલબ સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ (https://www.nimcj.org/)
  • ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન, કર્ણાવતી કલબની સામે, અમદાવાદ
  • એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર વગેરે સ્થળે કરી શકાય છે.

12. B.Sc.-Yoga (બેચલર ઓફ સાયન્સ ઈન યોગા):

ભવિષ્યમાં યોગ શિક્ષક / ઈન્સ્ટ્રક્ટર / કો-ઓર્ડિનેટર / યોગ થેરાપીસ્ટ બનવા માંગતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ. આ અભ્યાસક્રમ બાદ જીમનેશિયમ, હોટલ-રિસોર્ટ, શાળા-કૉલેજોમાં કામ મળી શકે છે.
સંપર્ક :
  • લકુલીશ યોગ યુનિવર્સિટી, છારોડી, એસ.જી.હાઈવે, અમદાવાદ
  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર
  • મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ (MPI- YER) (યાદી અપૂર્ણ છે). 

13. B.B.A.-Logistic (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન લોજીસ્ટીક) :

આ અભ્યાસક્રમ પ્રમાણમાં નવો હોવાથી બહુ જૂજ સ્થળોએ ચલાવવામાં આવે છે. પ્રસ્તુત અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી ચલાવવામાં આવે છે.

સંપર્ક :
  • ગણપત યુનિવર્સિટી, ખેરવા
  • પારૂલ યુનિવર્સિટી, વડોદરા.

14. B.B.A. - Fin. Services (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ) :

આ અભ્યાસક્રમ નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સહયોગથી ચલાવવામાં આવે છે. તેથી ગ્રેજ્યુએશનની ડિગ્રીની સાથોસાથ NSEના વિવિધ સર્ટિફિકેશનનો લાભ પણ મળે છે. સંપર્ક : ગણપત યુનિવર્સિટી, ખેરવા. 

15. B.P.A (બેચલર ઈન પરફોર્મિંગ આર્ટ્સ) અને
16. B.Music (બેચલર ઈન મ્યૂઝિક) :

ભવિષ્યમાં સંગીત, નૃત્ય, ગાયન તેમજ અભિનય જેવી કલાઓમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ સાથોસાથ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવવા ઇચ્છુક હોય, તો તેમણે આ અભ્યાસક્રમ કરવો જોઈએ.

સંપર્ક :
  •  જે.જી. કૉલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ
  •  ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા
  •  ધોળકિયા મ્યુઝિક કૉલેજ સિહોર, ભાવનગર યુનિવર્સિટી
  • અર્જુનલાલ હિરાણી કૉલેજ, રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  • સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર વગેરે.

17. B.Sc. (સ્પોર્ટ્સ કોચીંગ / સ્પોર્ટ્સ ન્યૂટ્રિશિયન);
18. B.B.A. (સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટ) : અને
19. B.P.Ed. / B.P.E.S. (બેચલર ઈન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસ) :

ભવિષ્યમાં વિવિધ રમતોમાં ખેલાડી, કોચ, ટ્રેનર, કોમેન્ટેટર, એમ્પાયર, રેફરી, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવા માંગતા અથવા શાળા / કૉલેજ /  યુનિવર્સિટીઓમાં ‘શારિરીક શિક્ષણ’ (P.T. / P.E.) માં શિક્ષક / અધ્યાપક બનવા માંગતા વિદ્યાર્થીઓ કે કોઈ સ્પોર્ટ્સમાં રિસર્ચ કરવા ઇચ્છુકો માટે ઉપરોક્ત અભ્યાસક્રમો ઉપયોગી સાબિત થઈ શકે છે.

સંપર્ક : 
  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (www.sgsu.edu.in) હાલ ગાંધીનગર પછી વડોદરા.

20. B.Com. / B.A. (Hons.) ઈન લિબરલ સ્ટડીઝ: 
21. B.B.A. ઈન લિબરલ સ્ટડીઝ : અને
22. B.B.A. ઈન લિબરલ આર્ટ્સ :

ક્રિએટિવ તેમજ વિવિધ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ. 
સંપર્ક :
  • પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDPU/PDEU) રાયસણ, ગાંધીનગર 
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ વગેરે સ્થળોએ અભ્યાસક્રમ ચાલે છે.

23. B.B.A. ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ :

ઉપરોક્ત અભ્યાસક્રમ સમગ્ર એશિયા ખંડની ત્રીજી અને સમગ્ર ભારતની પ્રથમ એવી રેલવે યુનિવર્સિટી ખાતે ચલાવવામાં આવે છે.

24. B.R.S. (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ) : અને
25. B.S.W. (બેચલર ઓફ સોશિયલ વર્ક) :

ભવિષ્યમાં ગ્રામીણ કક્ષાએ સમાજસેવા, NGO (સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ) જેવા ફિલ્ડમાં કામ કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ. 

સંપર્ક : 
  • ગૂજરાત વિદ્યાપીઠ
  • ગુજરાત યુનિવર્સિટી
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  • સરદાર પટેલ યુનિવર્સિટી
  • ગ્રામ ભારતી વિદ્યાપીઠ
  •  લોક ભારતી (યાદી અપૂર્ણ છે).

26. B.B.A. (ઓનર્સ) ઈન IT એન્ડ મેનેજમેન્ટ :

સંપર્ક : સી.વી.એમ. યુનિવર્સિટી

27. B.Voc. (બેચલર ઓફ વોકેશન) :

સંપર્ક :
  • ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS) ની સ્કૂલ ઓફ વોકેશનલ
  • UGC માન્ય કમ્યુનિટી કૉલેજો
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, ગાંધીનગર.

28. B.I.D. (બેચરલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ):
29. B.Sc. (ફેશન કમ્યૂનિટી) : અને
30. B.Design (બેચલર ઓફ ડિઝાઈન) :

સંપર્ક :
  • CEPT યુનિવર્સિટી, અમદાવાદ
  • એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા 
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • ગણપત યુનિવર્સિટી, ખેરવા
  • સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ ઈનોવેશન યુનિવર્સિટી વગેરે.

31. B.Sc. (F.C. Sci.) (ફેમેલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ) : અને

32. B.Sc. (F. & N.) (ફૂડ એન્ડ ન્યૂટ્રિશિયન) :

સંપર્ક : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા. (https://msubaroda.ac.in/)

33. B.F.A. (બેચલર ઓફ ફાઈન આર્ટ્સ) :

સંપર્ક : 
  • સી.એન. કૉલેજ ઓફ ફાઈન આર્ટ્સ, આંબાવાડી, અમદાવાદ
  • એસ.પી. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
  • એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર (યાદી અપૂર્ણં છે).

34. B.A. ઈન ફોરેન લેંગ્વેજીસ :

સંપર્ક 
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (https://www.cug.ac.in/)
  • એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા.(https://msubaroda.ac.in/)

35. B.A. ઈન સિક્યોરિટી મેનેજમેન્ટ :

સંપર્ક : રક્ષાશક્તિ યુનિવર્સિટી, લવાડ, તા. દહેગામ (https://rru.ac.in/)

36. B.L.I.S. (બેચલર ઓફ લાયબ્રેરી એન્ડઈન્ફોર્મેશન સાયન્સ) :

સંપર્ક : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા.(https://msubaroda.ac.in/)

37. B.A. ઈન ફિલ્મ સ્ટડીઝ / પબ્લિક પોલિસી :

સંપર્ક : ઓરો યુનિવર્સિટી, સુરત.

38. B.A. ઈન એપ્લાઈડ ઈકોનોમિક્સ : અને
39. B.A. પોલિટીકલ એન્ડ ઈન્ટરનેશનલ રિલેસન્સ :

સંપર્ક : સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.

40. B.E.M. (બેચલર ઈન ઈવેન્ટ મેનેજમેન્ટ) :

સંપર્ક : સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર.

41. B.Sc. (નર્સીંગ) :

સંપર્ક : સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર * પારૂલ યુનિવર્સિટી * માન્યતા પ્રાપ્ત ખાનગી નર્સીંગ કૉલેજો (યાદી અપૂર્ણ છે).

42. ઓપન યુનિવર્સિટીના ડિગ્રી (ગ્રેજ્યુએશન)કક્ષાના અભ્યાસક્રમો :

 સંપર્ક : 

  • IGNOU (ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી)
  •  BAOU (ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી).


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!